વલ્લભીપુર તાલુકાના મેલાણા થી રાજપરા રોડ અત્યંત જર્જરિત હાલ બની ગયો છે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ રોડને પેવર કરવામાં આવતો નથી. આથી વાહનચાલકો ગળે આવી ગયા છે. અનેકાનેક રજૂઆતો તંત્ર અને ધારાસભ્યને કરવામાં આવી હોવા છતાં કોઇ નિરાકરણ ન આવતાં હવે લોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.