નેશનલ હાઈવે નંબર 848 પર માંડવા પાંચ રસ્તા પાસે ટેમ્પા નંબર ML14, JL5364 પલટી મારી ગયો હતો, જોકે આ અકસ્માત બ્રેક ફેલ થઈ જવાના કારણે સર્જાયું હોવાનું જાણવા મળ્યું હતું, જોકે અકસ્માત દરમિયાન કોઈ જાનહાની થઈ ન હતી, ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે નંબર 848 ઉપર ચોમાસા દરમિયાન મસ મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી આ સંદર્ભે કોઈ ચોક્કસ પગલાં લેતા નથી, જેના કારણે ક્યાંક નિર્દોષ લોકો ભૂલનો ભોગ બની રહ્યા છે.