ગોધરા પોલન બજારની 24 વર્ષીય પરિણીતાએ ગોધરા મહિલા પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે કે 2019માં કાલોલના ઓસામા ઈલ્યાસ ગોરા સાથે લગ્ન બાદ પતિ અને સાસરિયાઓ સતત દહેજ માટે ત્રાસ આપતા હતા. પતિ ઓસામા માતાપિતાની પ્રેરણાથી નાની બાબતે ઝઘડો કરી અપશબ્દો બોલીને મારઝૂડ કરતો હતો અને લગ્નમાં કરિયાવર ન મળ્યાની આડકતરી ટિપ્પણીઓ કરતો હતો. સાસુ કુબરા અને સસરા ઈલ્યાસ ગોરા પણ અપમાનજનક બોલીને કાર અને કરિયાવરની માગણી કરતા તથા પતિ ધંધા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરતો હતો.