ગણદેવી પોલીસ સ્ટેશન ટીમે ગુપ્ત બાતમીના આધારે અમલસાડ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અમલસાડ દેસાઈ કોળીવાડ વિસ્તારમાં આવેલી એક વાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કીની બોટલો અને ટીન બિયર મળી કુલ 1,428 નંગ બોટલ્સ તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો, જેની કુલ કિંમત ₹3,25,520/- થાય છે. પોલીસ રેડ દરમિયાન શૈલીન ધર્મેશભાઈ પટેલ તથા અન્ય એક ઈસમ અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.