વડોદરા : ચાપડ ચાણસદ રોડ પરથી વિશાળકાય મગર પકડાયો હતો.હાલ ચોમાસામાં જળચર જીવો જમીન પર દેખા દઈ રહ્યા છે.ત્યારે, ચાપડ - ચાણસદ રોડ પર શિકારની શોધમાં રસ્તા કિનારે બેઠેલા મગર પર રાહદારીઓની નજર પડતા સરપંચને જાણ કરી હતી.જેઓએ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાનો સંપર્ક કરતા સંસ્થાની ટિમ સ્થળ પર આવી પહોંચી હતી.જ્યાં તેમને આશરે 11 થી 12 ફૂટનો મહાકાય મગર નજરે પડ્યો હતો. જેને રેસ્ક્યુ કરી સહીસલામત વનવિભાગને હવાલે કરવામાં આવ્યો હતો.