નવસારી જિલ્લામાં બિનખેતી જમીન માટે નવા પ્રોપર્ટી કાર્ડ બનાવવાની અને ૭/૧૨ ના પાનિયા બંધ કરવાની કલેકટર કચેરીના આદેશ સામે વાંધો નોંધાયો છે. રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષો પહેલાં બિનખેતી થયેલ જમીનોમાં અનેક વેચાણ અને વારસાઈની નોધો થઈ ચૂકી છે, જેના કારણે હાલના માલિકો માટે અચાનક આ નિર્ણય મુશ્કેલી ઉભી કરી શકે છે.