This browser does not support the video element.
ગીર ગઢડા: ગીરસોમનાથ ના ગીરગઢડા ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ સહીત સદસ્યો કોગેસમાથી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે ભાજપમા જોડાયા
Gir Gadhda, Gir Somnath | Sep 22, 2025
ગીરગઢડા ગ્રામ પંચાયતના કોંગ્રેસના ઉપસરપંચ દાનુભાઈ કેશુભાઈ વાઘેલા, ગ્રામ પંચાયતના સદસ્ય હરેશભાઈ ગોવિંદભાઈ મકવાણા બન્ને આગેવાનો કોંગ્રેસ છોડી અને વિધિવત રીતે ભાજપમાં જોડાયા. ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ ભાજપનો ખેસ પહેરાવી અને આવકાર્યા હતા. સાથે કોંગ્રેસ તાલુકા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ ખુટ,રમેશભાઈ ખુટ, ઘનશ્યામભાઈ ચોવટિયા, ભોળાભાઈ રામાણી શાણાવાકીયા ગામના તેમજ ખીલાવડ ગામના કોગ્રેસના આગેવાનો પણ ભાજપમા જોડાયા.