ગઈકાલે બપોરે ખેરાલુના મહેકુબપુરાના પીરખાન બલોચ લાઈટ બિલ ભરવા ખેરાલુ એ.ટી.એમ પર પૈસા ઉપાડવા આવ્યા હતા પણ પૈસા કાઢતા ન આવડતું હોવાથી એક ઈસમની મદદ લીધી હતી જેને ચાલાકીથી એ.ટી.એમ બદલી નાખ્યું હતું અને પીન નંબર જાણી ખાતામાંથી ૪૦ હજાર ઉપાડી લેતા ફરિયાદી પીરખાન બલોચના પુત્રને મેસેજ દ્વારા જાણ થતાં પૂછપરછ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યાર બાદ બેંકની મુલાકાત કરી ખાતું બંધ કરાવી પોલીસ ફરિયાદ આપી છે.