ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવમાં ગોધરા રેન્જ IG આર.વી. અસારી અને ગોધરા નગર પાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. અને ગરબા મહોત્સવમાં ભાગ લેનાર ખેલૈયાઓ અને શહેરીજનોને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. તેમની ઉપસ્થિતિથી મહોત્સવની રોનક વધુ વધી હતી અને સુરક્ષા તેમજ સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.