જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા મહિલા પોલીસ કર્મી અસ્મિતા વિંઝુડા અને પતિ જલ્પેશ ચૌહાણ વચ્ચે ચાલી રહેલા મનદુઃખમાં ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને અસ્મિતા વિંઝુડાએ સાસુ અને નણંદ પર હુમલો કર્યો અને બાદમાં અસ્મિતા વિંઝુડા ના ભાઈઓ દ્વારા પતિ જલ્પેશ ચૌહાણ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાના પગલે સામસામે ફરિયાદ નોંધાય છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.