27 ઓગસ્ટના રોજ બપોરે 1 કલાકે વલાસણા 108ને ડિલિવરી કોલ મળતા તેઓ દોડી ગયા હતા અને મહિલાને હોસ્પિટલ લઈ જવા તૈયારી કરી હતી પણ મહિલાને વધારે પીડા ઉપડતા 108 પાઈલોટ અજય પ્રજાપતિ અને ઈ.એમ.ટી હાર્દિક પ્રજાપતિએ આશાવર્કરની મદદ લઈ રસ્તામાં 108માં જ સફળ ડિલિવરી કરાવી હતી અને બાળકીને જન્મ આપ્યો હતો.જન્મ બાદ માતા અને બાળકીને વડનગર સિવિલ ખસેડાયા હતા. સમગ્ર ડિલિવરી દરમ્યાન ડો.રમાણીઆ માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.