બોટાદ રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી કડવા પાટીદાર સ્કૂલમાં અભ્યાસ કરતા સાતમા ધોરણના બાળક ને ઘર પર પથ્થર કેમ ફેંક્યો એવું કહી માર મારવાની ઘટના બનવા પામી હતી, બાળકને તાત્કાલિક સોનાવલા હોસ્પિટલ ખાતે દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાળકના વાલી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી, માર મારનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.