ખેરગામ તાલુકો બન્યાને ખુબ લાંબો સમય વીતવા છતાં હજુપણ બસ સ્ટેન્ડ, સર્કિટ હાઉસ કે તાલુકાના ઘણા ગામોમાં ઉનાળામાં પીવાના પાણીની અછત, ગટરલાઈન સહિત ઘણી બધી પાયાની સુવિધાનો અભાવ છે. આ બાબતે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડૉ.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તાલુકામાં વિવિધ સ્થળોએ મુસાફરો માટે બાકડા મૂકવા રજૂઆત કરવામાં આવી છે.