નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા નીરવ સ્કવેર એપાર્ટમેન્ટમાં સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં 5 વર્ષીય વિપુલ બારૈયા લિફ્ટમાં ફસાઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક મદદ માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડના જવાનોએ મહા મહેનત બાદ બાળકને સલામત રીતે બહાર કાઢ્યો અને તેને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.