ગુજરાતને ટૂંક સમયમાં અમૃત ભારત ટ્રેનની ભેટ મળી શકે છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ નોન-એસી સ્લીપર ટ્રેનને બે રૂટ ૫૨ ચલાવવા વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. એક અમદાવાદથી વારાણસી અને બીજી ઉધનાથી બ્રહ્મપુર (ઓરિસ્સા). સૂત્રો કહે છે કે સુરત અને ઓરિસ્સા વચ્ચે આ ટ્રેન શરૂ થવાની પ્રબળ વકી છે. કારણ કે સ્થળાંતર કરનારાઓની ઓરિસ્સા માટે સીધી અને આર્થિક ટ્રેન આપવા લાંબા સમયથી માંગ હતી.સોશિયલ મીડિયા પર, ઇસ્ટ કોસ્ટલ રેલ ફેન ગ્રુપે ટ્વીટ કર્યું છે.