આજરોજ અંજાર પોલીસ મથકે અરજદાર દેવળિયા નાકા પાસે રહેતા મંજુબેન મોહનભાઈ યાદવે મૌખીક હકિકત જણાવી કે, તેઓ કસટમ ચોક પાસે શાકમાર્કેટમાં ગયા હતા ત્યાથી તેઓનો સાડા ત્રણ વર્ષનો દિકરો આર્યન ગુમ થયેલ છે જે હકિકત આધારે પીઆઇ એ.આર.ગોહીલે તુરંત જ પોલીસ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમ બનાવી અંજાર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં બાળકના વર્ણન આધારે તપાસ કરાવતા ગુમ થયેલ બાળકને અંજાર ટાઉન વિસ્તારમાં હની બેકરી પાસેથી શોધી કાઢી તેના પરિવારને સુરક્ષિત સોંપેલ છે.