નવસારીના દુધિયા તળાવ નજીક બે દિવસ પહેલા બનેલી દુર્ઘટનામાં, ડીજેના ટેમ્પો નીચે કચડાતા ગણદેવી તાલુકાના માણેકપુર ગામના યુવાનનું મોત નિપજ્યું હતું અને એક અન્ય યુવાન ઘાયલ થયો હતો. શહેરમાં ગણપતિ આગમન માટે ડીજે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં ટેમ્પામાં ડીજેના સાધનો આડેધડ મૂકેલા હોવા તેમજ ડ્રાઇવરે ગફલતભરી રીતે વાહન હંકાર્યું હોવાનું બહાર આવ્યું છે. આ બેદરકારી બદલ ડીજે માલિક અને ટેમ્પો ચાલક સામે ગુનો નોંધવામાં