ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજારના વેપારીઓને રોડ અને આર્કેડ પરના દબાણ હટાવવા માટે આખરી તક આપવામાં આવી છે. ફેબ્રુઆરીમાં નોટિસ અપાયેલા વેપારીઓ માટે મનપાએ સુનાવણીનું આયોજન કર્યું હતું. જોકે કોઈ નક્કર ઉકેલ ન મળતાં મનપાએ આજરોજ બપોરે અંદાજિત બાર વાગે લાઉડ સ્પીકરના વાહન મારફતે સ્પષ્ટ સૂચના આપી છે કે રવિવાર સુધીમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરી દેવામાં આવે. જો તેમ નહીં થાય તો સોમવારે પોલીસ રક્ષણ સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.