ડાંગ જિલ્લામાં આજરોજ આહવા એકલવ્ય મોડેલ શાળામાં આરોગ્ય શાખા, દ્વારા રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી.ડાગ જિલ્લા આરોગ્ય અધિકારી ડો હિમાંશુ ગામિત ની ઉપસ્થિતિમાં આજરોજ શાળાના બાળકોને બાળકોને કૃમિનાશક ગોળી ચાવીને ગળાવવામાં આવી . ડાંગ જિલ્લામાં આરોગ્ય વિભાગ,શિક્ષણ વિભાગ,આઈ.સી.ડી.એસ. વિભાગના સહકારથી હેલ્થ વર્કર, શાળાના શિક્ષકો, આંગણવાડી ,આશા અને એ.એન.એમ. દ્વારા ૧ થી ૨ વર્ષના બાળકોને ૨૦૦ MG (અડધી ગોળી) 2 થી ૧૯ વર્ષના ૪૦૦ MG (આખી ગોળી) આપી.