અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા અંબાજી મંદિરે ધજા ચઢાવવામાં આવી હતી ભાદરવી પૂનમનો મહા મેળો નિર્વિધ્ને સંપન્ન થતાં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો ગ્રામ પંચાયત થી ધજા લઈ અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને મંદિરના શિખરે ધજા ચઢાંવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને અંબાજી ગામની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી