ગુજરાત માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા વિવિધ ચૌદ જેટલા પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ને.ઉદ્દેશી જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુવાત કરી છે.માજી સૈનિકોના સંતાનોને ભરતી પ્રક્રિયામાં દસ ટકા અનામત,માજી સૈનિકોના હથિયાર ના લાયસન્સ રિન્યુ, ભરતી પ્રક્રિયામાં 1200 જગ્યા સામે માત્ર 27 લોકોની ભરતી કરવાના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2022 માં કરાયેલી રજૂઆત છતાં પણ કોઈ નિવેડો નહીં આવતા ફરી રજૂઆત કરવામાં આવી.