This browser does not support the video element.
અડાજણ: સુરતમાં રિક્ષા ગેંગ અડાજણની વિધવાની 1.85 લાખની બંગડી ઉતરાવી ગઇ
Adajan, Surat | Jun 9, 2025
સુરતઃ અડાજણ કેનાલ રોડ પર આવેલા ગ્રીન ઓર્ચીડમાં રહેતી વિધવા રિક્ષા ચાલક ગેંગનો શિકાર બની હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ભારતીબેન રૂપાણી ફિજીયોથેરાપીનું કાર્ય પૂર્ણ કરી રિક્ષામાં સવાર થઈને ધરે આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન પહેલાથી જ પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી મહિલા તથા ત્રણ ઈસમોએ ચાલકની મદદથી મહિલાના રૂ.1.85 લાખના દાગીના ઉતરાવી લઈ તેમને અર્ધવચ્ચે રિક્ષા માંથી ઉતારી નાસી છૂટ્યા હતાં.અડાજણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.