ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે થઈ છે.તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.તાપી નદીના જળ સ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.જેના પગલે તાપી નદી કિનારે વસતા ઝૂંપડાવાસીઓને સ્થળાંતરીત કરવા તંત્રએ કવાહત હાથ ધરી છે.નાનપુરા સ્થિત ડક્કા ઓવારો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતાં પોલીસ અને તંત્ર દ્વારા ઝૂંપડાવાસીઓને સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જો કે લોકો ન સમજતા અંતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.