છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાજપુર જૂથ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં ગ્રામ પંચાયત વિભાજનનો મુદ્દો ઉછળ્યો હતો.વાજપુર જુથ ગ્રામ પંચાયતના પાંચ ગામ પૈકી એક ગામ જેતપુર પાવી તાલુકામાં જયારે ચાર ગામ બોડેલી તાલુકામાં આવે છે.વર્ષોથી ગ્રામ પંચાયતનાં વિભાજનની માંગ નહીં સંતોષતા ગ્રામ સભામાં ઉગ્ર રજુઆત કરાઈ હતી.