પ્રેસનોટ જંબુસર નગર અને તાલુકામાં આજે વહેલી સવારે ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ) દ્વારા વીજ ચેકિંગ અભિયાન હાથ ધરાયું. સવારે લગભગ પાંચ વાગ્યાથી જ ડીજીવીસીએલની પાંચ અલગ–અલગ ટીમોએ વિવિધ વિસ્તારોમાં દરોડા પાડતા વીજ ચોરોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. આ અભિયાન દરમિયાન જંબુસર શહેરના ભૂતફળિયા, નાઝ સિનેમા વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આ