સાયલાના રાજસોભાગ આશ્રમ સંચાલિત આશીર્વાદ વિકલાંગ કેન્દ્રમાં દિવ્યાંગ યુવાનોને શિક્ષણ તેમજ આત્મ નિર્ભર બને તેવા હેતુ સાથે વ્યવસાયિક માર્ગદર્શન અને સાધન સહાય આપવામાં આવે છે. જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટું આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર દિવ્યાંગો માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ બની રહ્યું છે.છેલ્લા કેટલાક સમયથી ભાદરવા માસના શ્રાદ્ધના દિવસોમાં શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ ક્રિયા કરનાર પિતૃ ભક્તો આશીર્વાદ વિકલાંગ કેન્દ્રના દિવ્યાંગ બાળકોને ભૂલતા નથી.