આજે તારીખ 12/09/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના ભુવાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર, સીંગેડી ખાતે NQAS (National Quality Assurance Standards) અંતર્ગત વર્ચ્યુઅલ એસેસમેન્ટ કરવામાં આવ્યું.આ કાર્યક્રમનો હેતુ આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધારવો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓને સુવિધાસભર અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.