રાજકોટ શહેરના સોરઠિયાવાડી સર્કલથી આગળ, નટેશ્વર મંદિર પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં એક એસ.ટી. બસના ચાલકે બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા, જેના કારણે બંનેને ઈજાઓ થઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે.અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે