સુરતમાં ગણેશ વિસર્જન ની પ્રક્રિયા દરમ્યાન શહેરના ૩ કુદરતી ઓવારા મગદલ્લા, ડુમસ અને હજીરા ઓવારા ની રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી.જ્યાં તેઓએ જણાવ્યું કે,ગામોથી લઈ શહેરો સુધી ખૂબ મોટી સંખ્યામાં ગણપતિજીની સ્થાપના કરી હતી.ગણેશ પંડાલોમાં ભક્તિની સાથે દેશની શક્તિના પણ આપણે સૌ એ દર્શન કર્યા છે.ઓપરેશન સિંદુર ને લઈ રાજ્યભરના નાગરિકો સેનાને વંદન કરતા જોવા મળ્યા. આજે વહેલી સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ૭૭ હજાર પ્રતિમાનું વિસર્જન કરાયું.