મુળી પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ યોજાઈ હતી જે દરમિયાન સડલા ગામના સીમ વિસ્તારમાં દરોડો કરી રઘુભાઈ નાનજીભાઈ મકવાણા પાસેથી ૫૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત ૧૨૫૦૦ રૂપિયાનો જપ્ત કરાયો હતો જ્યારે ઉંમરડા ગામે યુવરાજ ઘનશ્યામભાઈ રાઠોડને તથા દશરથ જોરુભાઈ સોલંકીને નશાની હાલતમાં ઝડપી તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી.