ભિલોડા તાલુકાના શોભાયડા ગામે આવેલ ડીપ આજરોજ સાંજે ચાર વાગ્યે છલકાઈ ગયો હોવાની માહિતી મળી છે.ભારે પાણીના પ્રવાહને કારણે ડીપ પરથી પાણી વહેતા સુનોખ–શોભાયડા–જનાલી માર્ગ પર અવરજવર બંધ થઈ ગઈ છે.પરિણામે બંને તરફના 10 થી વધુ ગામોના લોકો સંપર્કવિહોણા બની ગયા છે. સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.