પાંચમી સપ્ટેમબરના રોજ મોટા વરાછા સુદામા કા રાજા ગણેશ પંડાલમાં ગયેલા પાસ નેતા અલ્પેશ અને તેના સાથીદારોની મંડળના સભ્યો સાથે કોઈક બાબતે વાંધો પડતા વાત મારામારી સુધી પોહચી ગઈ હતી.જોતજોતામાં મામલો ગરમાતાં પોલીસે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો.જો કે બંને પક્ષોને છુટા કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું.જ્યાં પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો.સમગ્ર ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન ની વાત સામે આવી.