મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ આજથી ગણેશ ચતુર્થીની ઉજવણીનો પ્રારંભ થયો છે. લોકો પોતાના ઘરે, શેરીઓમાં અને સોસાયટીઓમાં ગણપતિ દાદાની સ્થાપના કરી રહ્યા છે. થરાદની આનંદ કૃપા સોસાયટીમાં શ્રી કિરણભાઈ પીરાભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને વાજતે-ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી. આ શુભ પ્રસંગે સોસાયટીના અનેક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં વાલજીભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈ, લાલજીભાઈ સહિત સોસાયટીના તમામ રહેવાસીઓએ હાજરી આપી હતી.