ભરૂડી ગામના પાટિયા નજીક GSRTCની એક બસે બાઈકચાલકને અડફેટે લેતાં બાઈકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે (NH)27, જે અવારનવાર જીવલેણ અકસ્માતોને કારણે ચર્ચામાં રહે છે, ત્યાં આજે ફરી એક કરુણ ઘટના બની હતી. ભરૂડી ગામના પાટિયા નજીક GSRTCની એક બસે બાઈકચાલકને અડફેટે લેતાં બાઈકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું હતું છતાં અકસ્માતમાં એસટી બસનું ટાયર ફરી વળતાં તેનું માથું ફાટી ગયું હતું