પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીની મહેસાણા ખાતે બદલી થતાં જિલ્લા પોલીસ વિભાગે તેમને ભાવભરી વિદાય આપી હતી. તાજેતરમાં રાજ્યમાં થયેલી આઇપીએસ અધિકારીઓની બદલીમાં હિમાંશુ સોલંકીને મહેસાણા મોકલાયા છે, જ્યારે પંચમહાલના નવા પોલીસવડા તરીકે આઇબીના હરેશ દુધાતની નિમણૂક થઈ છે. વિદાય સમારોહ દરમિયાન વિવિધ પોલીસમથકો તથા શાખાના અધિકારીઓ-કર્મચારીઓએ હિમાંશુ સોલંકીને અભિવાદન કરી તેમની સેવા બદલ કદર વ્યક્ત કરી હતી અને નવા જિલ્લામાં ફરજ બજાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.