હાલોલ ખાતે આવેલી કૃષ્ણા ડિફેન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં જલ કાપી પ્રોજેક્ટ અંતર્ગત નૌકાદળનું સબમરીન બનાવવાની કામગીરીનો શુભારંભ કરાયો છે. જેમાં નેવીની ઓટોનેમસ અન્ડરવોટર વ્હીકલ માનવ રહિત (AUV) સબમરીનનું ઉત્પાદન કરી નૌકાદળને સોંપવામાં આવશે.જેમાં નૌકાદળમાં વપરાતી સબમરીનની પ્લેટ કટીંગ કરી ગત તારીખ 10 6 2025 મંગળવારે સવારે 10:00 કલાકે શેરેમેની કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ પ્રસંગે વાઇસ એડમીરલ આર.સ્વામિનાથન અને MD અંકુર શાહ ઉપસ્થિત રહ્યા હતા.