મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકામાં ઘોડાપુર ની સ્થિતિ સર્જાઈ છે.ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદ ના પગલે અંબિકા નદીના જળ સ્તર માં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે ઉમરા ખાતે આવેલ અંબિકા નદી પરનો ઐતિહાસિક મધર ઇન્ડીયા ડેમ પણ સોળેકળા એ ખીલી ઉઠ્યો હતો.હાલ તો અંબિકા નદી બન્ને કાઢે વહી રહી છે અને પાણીની આવકમાં વધારો જોવા મળતા તેમજ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ 77 એમ.એમ.પડતા નીચાણવાળા વિસ્તારો અસરગ્રસ્ત થઈ શકે છે.