વડોદરા : નેશનલ હાઈવે નંબર 48 પર સતત ચોથા દિવસે પોર બ્રિજ પર અને સર્વિસ રોડ ઉપર પણ લાંબો ટ્રાફિક જામ થયો હતો.જેના પગલે નોકરિયાતો, વિદ્યાર્થીઓ,મુસાફરો સાથે અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજી તરફ આ ટ્રાફિકજામમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. જેના સાયરન લાંબો સમય સુધી ગુંજતા રહ્યા પણ એમ્બ્યુલન્સને રસ્તો મળ્યો ન હતો.કલાકોના ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોએ સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ નહીં લાવનાર વડોદરાના નબળા રાજકીય નેતાઓ સામે પોતાનો બળાપો કાઢ્યો હતો.