સંખેડાના હાંડોદ ગામે મુસાફરો ભરેલી લજગરી બસ ફસાઈ હતી. હાંડોદ ગામે આવેલ ટોકરી કોતરના રોડ પર પાણી ફરી વળતા મુસાફરો ભરેલી લજગરી બસ ફસાઈ મુસાફરો અટવાયા છે. ૩૦ થી વધુ મુસાફરો લજગરી બસમાં સવાર હતા. ઘટના સ્થળે ગ્રામજનો દોડી આવી મુસાફરોને દોરડા વડે રેસ્ક્યુ કરી મુસાફરો બચાવ્યા હતા.