નર્મદા જિલ્લાના ખેડૂતોને પર્યાવરણ માટે અનુકૂળ કૃષિ તરફ દોરી જવા અને રસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ ગ્રામ પંચાયત દીઠ “ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તાલીમ કાર્યક્રમ ડેડીયાપડા સહિત જિલ્લાના પાંચ તાલુકાઓમાં તબક્કાવાર રીતે ચાલી રહ્યા છે. આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી આ તાલીમમાં તાલુકાવાર માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખીઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના