સુરત ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે ડીંડોલી વિસ્તારમાં આવેલા શિવાજીનગર કચરા પ્લાન્ટ પાસેથી અર્જુન દીવરે નામના ઇસમને ચોરીના ચાર મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો. સોમવારના રોજ સાંજના સમય દરમિયાન ઝડપી પાડવામાં આવેલા આરોપી પાસેથી ₹66,000 ની મત્તા નો મુદ્દામાલ જપ્ત કરી ડીંડોલી પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના ચાર ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા હતા.જ્યાં આગળની વધુ તપાસ ડીંડોલી પોલીસને સુપ્રત કરવામાં આવી છે.