નવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા, લોકોની સલામતિ અને જાહેર શાંતિ જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી. ઝાલાએ હથિયારબંધીનો અમલ કરવાનો આદેશ જાહેર કર્યો છે. જાહેરનામા અનુસાર તા. 03/09/2025 થી તા. 31/10/2025 સુધી દંડા, તલવાર, ભાલા, બંદુક, છરા, લાકડી, પથ્થર, સ્ફોટક પદાર્થો કે અન્ય કોઈપણ પ્રકારના શસ્ત્રો સાથે લઈ જવા તેમજ જાહેર શાંતિ ભંગ થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.