સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં ગઈ કાલ સાંજથી આજે સવાર સુધીમાં ૬૯ મિમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે. પૂનમનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શને ઉમટ્યા હતા, પરંતુ અચાનક પડેલા ભારે વરસાદને કારણે યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. હાઈવેથી મંદિર સુધીના રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે શ્રદ્ધાળુઓને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે,