પીપલોદ ની કે એસ ચારકોલ રેસ્ટોરન્ટમાં સફાઈ કર્મચારી દ્વારા મહિલા વોશરૂમ ના એડજોસ્ટ બારી પાછળ મોબાઈલ મૂકી વિડિયો રેકોર્ડિંગ કરવાના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીને ગુરૂવારના રોજ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીને ઉમરા પોલીસ દ્વારા ભુજ ખાતેની જેલમાં મોકલી અપાયો છે. આરોપી વિરુદ્ધ પાસા હેઠળની પ્રપોઝલ ઉમરા પોલીસે પોલીસ કમિશનરને મોકલી હતી. જે મંજુર થતા ઉમરા પોલીસ દ્વારા પાસા ની કાર્યવાહી કરવામાં આવી હતી.