યુવા ક્ષત્રિય સેનાના અભીજીતસિંહ બારડ અને તેમની ટીમ દ્વારા દર વર્ષે સંભવનાથ નજીક અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે રાજકોટનો પ્રખ્યાત વેશભૂષા વાળો આઈશ્રી અંબા ખોડિયાર સંઘ યુવા ક્ષત્રિય સેનાના કેમ્પ પર પહોંચતા તેમનું દર વર્ષની જેમ આજે પણ ભવ્ય સ્વાગત કરવામાંઅવ્યું છે. સંઘના સભ્યો દ્વારા પોતાની કલા બતાવીને લોકોને મંત્રમુગ્ધ કરવામાં અવ્યા હતા તો મહિલાઓ દ્વારા તલવારબાજી કરી આકર્ષણનું કેંદ્ર બન્યા હતા.