આજરોજ સવારના 11 વાગે અંજાર નગરપાલિકાની શાળા નંબર ત્રણમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાથી અંજાર નગર પાલિકાના સહયોગથી અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકદિનના ઉપલક્ષ્યમાં ગુરુ વંદના સન્માન સમારોહ યોજાયો હતો.અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 56 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ગુરુ વંદના કાર્યક્રમ અંતર્ગત 21 શાળાના 167 શિક્ષક ભાઈ-બહેનો ને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.