જામનગર જિલ્લામાં SOG પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. દરેડ GIDC વિસ્તારમાં મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતી મહિલાને પકડી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે દરેડ GIDCની 72 ખોલીમાં આવેલા રાજસિંહના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં બાઘીબેન રણજીતભાઈ ખાટલીયા નામની મહિલા 'જાહલ ક્લિનિક' નામનું દવાખાનું ચલાવતી હતી.