બાંટવા ડેપોની કામગીરી કથળી રહી છે.થોડા દિવસ પહેલા ખખડધજ એસ.ટી બસના લીધે ચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.છતાં બસનું યોગ્ય રીપેરીંગ કરવામાં આવતું નથી.અને ડેપોમાંથી ઉપડ્યા બાદ બસ થોડા અંતરે પહોંચે ત્યાં જ બ્રેકડાઉન થઈ જાય છે.અને ગોધરારૂટની બસ દોઢ કલાક મોડી થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે જ ગામડામાં જતી વિદ્યાર્થીઓ માટેની મીની બસ પાજોદ રોડ પર વચ્ચે ફેલ થઈ જતા છાત્રો રઝળી પડ્યા હતાં.તેમજ અન્ય રૂટ ના મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.