ગાંધીનગર સેકટર 22 ખાતે આવેલા સરકારી સ્કૂલ સામે જમીનમાંથી ધુમાડા નીકળતા જોવા મળતા સ્થાનિકો ઘટના સ્થળે પોહચ્યા હતા. ધુમાડા નીકળતા સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ જમીનમાં કેબલ શોર્ટ સર્કિટ થયો હોવાનું સામે આવ્યું. ફાયર બ્રિગેડ, જીએસપીસી, ટોરેન્ટ પાવર વિભાગના અધિકારીઓ ધટના સ્થળે પોહચી વધુ તપાસ આગળ હાથ ધરી હતી