વડોદરાના મકરપુરા વિસ્તારમાં જાહેરમાં મારામારી ની ઘટના સામે આવી છે.ઘર પાસે ગાયો ચરાવવા મામલે બબાલ થઈ હતી. તમારી ગાય અમારા ફૂલ ખાઇ જાય છે તેમ કહેતા પશુ માલિક અકળાયા હતા.લંગડો ભરવાડ,અને લક્ષ્મણ ભરવાડે લાકડી વડે હુમલો કર્યો હતો.તો સામા પક્ષે મહિલાઓ એ સ્વબચાવમાં પશુમાલિક પર પથ્થરમારો કર્યો હતો. સમગ્ર મામલે કુલ ચાર પશુ માલિકોની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે.ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.